"સૂરજ, તારા સગપણનું પાક્કું થઈ ગયું છે, તું હવે જરીએ ચિંતા કરીશ નહીં!" સત્તર તારીખના રોજ રાત્રે સાડાનવ વાગ્યે આવેલા ફોનને ઉપાડતા જ સુરજના કાને આનંદના સમાચાર આવ્યા. અને એ સાંભળતાં જ આનંદથી એ સ્તબ્ધ! સુરજ પોતે ચડેલા વિમાસણના વિશાળ બંગલાને રંગરોગાનથી બેનમૂન કરી દેવો કે પછી એ બંગલાને કડડભૂસ કરીને દિલમાં આનંદનો દિવ્ય સ્વર્ગોત્સવ ઉજવવો! આવા વિચારે ઘડીભર એ જ મૂર્તિમંત બની ગયો. એવામાં ફરીથી એના કાને એ વાક્યનો ભણકારો થયો ને એના માહ્યલાથી મનમાં બોલી પડાયું જો:'પાકું થઈ જ ગયું હોત તો ક્યારનોય એનો પત્ર આવી ગયો હોત!' સુરજ તરફથી કઈ જ પ્રત્યુત્તર