લગ્નમંડપ ખીચોખીચ ભરાયેલો હતો. ચારેય બાજુથી લગ્નના ગીતો મોટે મોટેથી ગવાતા હતા. કોઈ કોઈની વાત પણ સાંભળી શકતું ન હતું. મહારાજ લગ્ન વાંચતા હતા, તે સ્ત્રીઓને બે હાથ જોડીને શાંતિ રાખવા કગરતા હતા.સૌ પોતાના આનંદમાં અને મસ્તીમાં મગ્ન હતા. હરેશ વરરાજાના પોશાકમાં સુંદર લાગતો હતો. મા એ સવારે જ પરણવા નીકળતા હરેશની નજર ઊતારેલી, કાન પાછળ કાળું ટીલું કરલું તે પણ દેખાતું હતું. હેત્વાના માતાપિતા હમણાંજ હેત્વાનો હાથ હરેશના હાથમાં મૂકી કન્યાદાન કરી ઊભા થતા હરખાતા હરખાતા સૌને મળતા હતા. ગોરમહારાજે લગ્નની આગળની વિધિના ભાગરૂપે વર કન્યાને ફેરા ફરવા માટે ઊભા થવા કહ્યું, હેત્વા ફટાક દઈને ઊભી થઈ. તેનો લગ્નનો