કોરી આંખોનો સવાલ

(17)
  • 3.1k
  • 6
  • 839

રુચાને આજે બધું નવું નવું લાગતું હતું. ઘરમાં ન સમજાય એવું વાતાવરણ હતું. ઘણાં બધા લોકો ભેગા થયા હતાં. આજે તો કોઈ નો બર્થ ડે પણ નથી! તો આટલા બધા લોકો કેમ આવ્યા હશે? અને આ શું! આ લોકો તો રડી રહ્યાં છે..! નાનકડી રુચા ન સમજાય એવી ગડમથલ અનુભવી રહી..પપ્પા હોલમાં વચ્ચોવચ જમીન પર સૂતા હતાં. પપ્પાને તો પલંગ વગર બિલ્કુલ ચાલતું નથી તો આજે જમીન પર કેમ સૂતા હશે! અને આટલી મોડી સવાર સુધી તો ક્યારેય ના સૂતા હોય.. એમનો તો ઓફીસ જવાનો સમય પણ થઈ ગયો હતો.. તેમ છતાં હજુ સૂતા હતાં..! અને પપ્પાની આસપાસ જ આ