માતૃભારતીમાં હું નવો છું. આગળ પ્રકાશિત કરેલ મારી પ્રથમ વાર્તા જનખાનો ઝાકળ અપૂર્ણ હોવા છતાં પ્રકાશિત કરવાની ઘેલછાએ આપ સમક્ષ રજૂ કરી તે બદલ આપ સર્વે મિત્રોની ક્ષમા યાચુ છું. અને એજ વાર્તાને અહીં પૂર્ણવિરામ(અંત) સુધી રજૂ કરું છું. કોનો દીકરો.મારી નજરે તો અનાથ હતો એ વાત હું ચોક્ક્સપણે કહી શકું છું.જનખાને મેં પહેલવહેલો બારેક વરસ પહેલાં જોયેલો, ત્યારે કદાચ તેરેક વરસનો હશે તેવું લાગ્યું. તે વખતે એની પાસે લારી તો નો'તી. ખાલી હાથ જ હતા અને તેમાંય લંબાવેલા જ ભળતો એટલે શરૂઆતમાં ભીખ જ માંગતો હતો. કદાચ માઁબાપે તરછોડ્યો હશે એટલે જ જનખાની દશા