આપણે કોમેડી નાઈટ્સ વિથ કપિલ કે કોમેડી સર્કસ કે કોમેડી ફિલ્મો કે ઉમર શરીફ, સિદ્ધાર્થ રાંદેરીયા કે સંજય ગોરડીયાના કોમેડી નાટકો કે ઈવન ચાર્લી ચેપ્લિનની મૂંગી ફિલ્મો જોઈને પણ ખડખડાટ હસી પડીએ છીએ. એવી જ રીતે જ્યારે કોઈ કરૂણાંત ફિલ્મ જોઈએ છીએ કે રડાવી મૂકે એવો કોઈ ઇમોશનલ દ્રશ્ય આવે ત્યારે આંખના ખૂણાઓ ભીના થઈ જોય છે. શા માટે? કારણ કે જે પાત્રો આપણને હસાવે છે કે રડાવે છે એ પાત્રોમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈએ છીએ. એમની સાથે આપણે હસીએ છીએ કે રડીએ છીએ. તેઓ એકટીંગની સાથે એમના મનમાં રહેલી ભાવનાઓ કે લાગણીઓને પણ પ્રદર્શિત કરે છે. અને આપણને લાગે