સોનલ

(67)
  • 6.3k
  • 7
  • 1.7k

આ વાત જંગલમાં લાગેલી આગની માફક આખી કોલોનીમાં ફેલાઇ ગઇ હતી કે સોનલનાં પગ ભારે છે અને એ સાથે જ કાલસુધી જે સોનલ આખી કોલોનીના સ્ત્રીમંડળમાં સહાનુભૂતિ અને પ્રેમનું પાત્ર હતી, અચાનક જ તે એક બદચલન અને ચારિત્ર્યહીન સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગઇ હતી.અને કેમ નાં થાય? હજુ એક વર્ષ પહેલાં જ તેનાં પતિનું મૃત્યુ થયુ હતુ અને તેનુ આ છમકલું નજરમાં આવ્યુ હતું. હવે ગૃહિણીઓ માં તારું-મારું પુરાણની વચ્ચે સોનલ પુરાણ એ જગ્યા લઇ લીધી હતી.એક બોલી, જો તો ખરી આ સોનલ કેવી કૂલટા નીકળી, પતિ મર્યો નથી કે બીજા