કબુલાત

(18)
  • 3.3k
  • 2
  • 867

“તમે સમજો છો એવું કઈ જ નથી, પ્રિયા મારી સારી મિત્ર છે, બસ એથી વધારે કશું જ નહી” અનિકેત રાકેશ સામે જોઈને બોલ્યો “જો ભાઈ આ વેવલા વેળા રે’વા દે, અને માની જા, આપણે બાળપણથી મિત્રો છીએ એટલે તારી રગ રગથી અમે વાકેફ છીએ, તુ ઉંઘે ને તો સપના પણ કોના જુએ છે ને એની પણ અમને ખબર હોય છે, એટલે જો તુ તારી જાતને છેતરવાનો પ્રયત્ન કરતો હોય ને તો વાંધો નહી પણ અમને છેતરી નહી શકે, માટે અમને મુર્ખ બનાવાવનો પ્રયત્ન નાં કરીશ.” ભાવેશ સમજાવતો હોય એમ બનાવટી ગુસ્સો કરીને બોલ્યો “જે સત્ય છે એને સ્વીકારી