દસ વાગ્વામા હજી થોડો સમય હતો. મેહમાન આવવાની તૈયારીમા જ હતા. ને બઘાની નજર બાહાર જ મડરાયેલ હતી. રીતલ તેની રૂમમાં એકલી બેઠી રવિન્દ વિશે વિચારતી હતી. પુષ્પાબેન, બે ત્રણ વાર રીતલને કહી ગયા હતા કે રીતલ, સારા કપડાં પેહરીને તૈયાર થઈ જજે છોકરો આવતો જ હશે. જેવા છીએ તેવા લોકો આપડને પસંદ કરે તે વાત ને માનનારી રીતલ સવારથી જ પેહરેલા કપડાંમા સજ હતી. ગ્રીન કલરનુ ટોપને બેલ્ક કલરની લેગીજ મા તે આમેય સુંદર જ દેખાતી હતી. બાહારથી આવેલા ગાડીના અવાજે તે ફટાફટ બાલકનીમા ગઈ. તેની સીધી નજર રવિન્દ પર જ ગઈ. એકમિનિટ માટે તો દિલ ઘબકવાનુ જ ભુલી ગયુ