વિડિયો કોન્ફરન્સ ચાલુ થઈ ગઈ હતી. સામે સ્ક્રીન પર બધાને અભિનંદન આપતો કે. કે. નો ચહેરો દેખાતો હતો. તેના ચહેરા પર સતત પ્રોફેશનલ સ્મિત છવાયેલુ હતું. થોડી ઔપચારિક વાતો પછી સિંગાપુર વાળો ફેશન શો પણ 'ડ્રીમ્સ અનલિમિટેડ' ને સોંપવાની જાહેરાત કરી. તાળીઓના ગડગડાટ વચ્ચે કેયૂરે એક ફાઈલ રાગિણી ને આપી.રાગિણી એ એકદમ ચમકીને ફાઈલ હાથમાં લીધી. તેના ચહેરા પર કોઈ અલગ જ ભાવ હતા. તે તદ્દન અલિપ્ત હોય તેવું લાગ્યું. તેનું ધ્યાન સતત સ્ક્રીન પર જ હતું. ફાઇલ લેવા પૂરતી પણ તેણે સ્ક્રીન પરથી નજર ન હટાવી!એ સ્ક્રીન પર તેને કંઇક અલગ જ દેખાતુ હતું. બીજા બધા કરતાં કંઇક વધુ...