કિસ્મત કનેકશન, પ્રકરણ-૨૪

(93)
  • 5.8k
  • 12
  • 2.3k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૪"તારો ગોલ માત્ર માસ્ટર ડીગ્રી, સ્ટડીઝ છે, એ મને ખબર છે." નીકી અકળાઇને બોલી."હા. તારી વાત સાચી પણ મારી આખી વાત તો સાંભળ નીકી. પ્લીઝ."નીકી ચુપચાપ નીચી નજર કરી બેસી ગઇ. તેનું મન દુખી થઇ ગયું હતું. તેને વિશ્વાસની વાત સાંભળવામાં કોઇ રસ ન હતો પણ તે ક મને તેની વાત સાંભળી રહી હતી.વિશ્વાસે ધીમા સ્વરે બોલવાનું શરુ કર્યું, "જો નીકી, મને હાલ સ્ટડી સિવાય બીજે કયાંય રસ નથી. મારે માસ્ટર ડીગ્રી લઇ સારામાં સારી જોબ કરવી છે, મારે મારુ ફયુચર સારુ બનાવવ