કાશીનાથ ખૂબ જ ઉદાસ હતો. મોટી મોટી મુશ્કેલીઓ અને આઘાતોથી હાર ન માનનારા કશીનાથ, પોતાના પુત્ર આનંદના મૃત્યુના આઘાતથી ભાંગી પડ્યો હતો. આનંદ વગરનું જીવન તેને સૂનકાર ભાસતું હતું. બંગલાની દીવાલો જાણે કે તેને કરડવા દોડતી હતી. સાધનાના લગ્ન પછી બધું વ્યવસ્થિત થઈ જશે એવી આશામાં જ તે જીવતો હતો. પરંતુ બધું તેની આશાથી ઊલટું જ થયું હતું. લગ્નની વાતો તો એક તરફ રહી, ઊલટું આનંદ જ હંમેશને માટે તેનો સાથ છોડીને ઈશ્વરના દરબારમાં ચાલ્યો ગયો હતો.