સફરમાં મળેલ હમસફર - ભાગ-29

(141)
  • 4.2k
  • 11
  • 1.9k

સફરમાં મળેલ હમસફરભાગ-29         શુભમને ઘરે છોડી રુદ્ર હવેલી તરફ આવ્યો ત્યારે દસને દસ થઈ હતી.રુદ્રએ દરવાજો ખોલ્યો ત્યાં તેની નજર વડથી થોડે દુર ઉભેલા તળશીભાઈના વૃદ્ધ અને અંધ માતા શારદાબેન દેખાયા.શારદાબેનની ઉમર 95 વર્ષની હતી.“માડી તમે અત્યારે અહિયાં શું કરો છો?”રુદ્રએ શારદાબેન પાસે જઈ પૂછ્યું.“ઊંઘ નો’તી આવતી એટલે બહાર આવી’તી.આ બાજુ પક્ષીઓ ઉડવાનો અવાજ આવ્યો એટલે મને લાગ્યું કોઈ છે”શારદાબેને ખરડાયેલા અવાજે કહ્યું, “તું ભૂપતનો લાલો છો ને?“હું ભૂપતકાકાનો લાલો નથી માડી, સંદીપનો દોસ્ત રુદ્ર છું”રુદ્રએ પોતાનો પરિચય આપતાં કહ્યું.રુદ્રએ શારદાબેનને પહેલીવાર જોયાં હતા.શારદાબેન મોટાં ભાગે ઓરડામાં પોતાની ભક્તિમાં લીન રહેતાં એટલે તેનો અને રુદ્રનો ભેટો આ