ઘમુસરનો જૂનો ડ્રાઈવર નોકરી છોડીને ચાલ્યો ગયો હોવાથી ઘમુસરને નવા ડ્રાઇવરની જરૂર હતી. વાલમસિંહને ભીખાએ એ જગ્યા પર ગોઠવ્યો હતો.અને શાંતાને ફાર્મહાઉસમાં સાફસફાઈનું કામ મળ્યું હતું.વાલમસિંહે જોયું હતું કે સાહેબ પાસે કામ કઢાવવા માટે લોકો પૈસા આપવા તૈયાર હોય છે, જમીનના દસ્તાવેજ,ખેડૂતના દાખલા વગેરે અનેક પ્રકારના સાચા અને ખોટા કામકાજ અંગે લોકોને સાહેબની મહેરબાનીની જરૂર પડતી. વાલમસિંહ સાહેબનો ડ્રાઇવર હોવાથી સારા નરસા કામકાજ અંગે લોકો વાલમસિંહને મળવા લાગ્યા. શરૂઆતમાં પોતે નવો હોવાથી આ બધી બાબતો વિશે કંઈ જ જાણતો ન હોવાનું કહેતો.પણ ધીરે ધીરે ઘમુસરે જ એને પલોટવા માંડ્યો હતો. વલમસિંહનું વર્તન અને વ્યવહાર જોઈ ઘમુસરને એ