કરામત કિસ્મત તારી -14

(45)
  • 4.1k
  • 6
  • 2.1k

આસિકાની તબિયત હવે સારી થઈ ગઈ છે. એટલે વિહાન સારો દિવસ જોઈને બે દિવસ પછી સંકલ્પ અને આસિકા ના લગ્ન માટે સંકલ્પ ના ઘરે જણાવે છે ત્યાં તો બધા ખુશ થઈ જાય છે. અને તૈયારી કરવા લાગે છે લગ્નની. પણ ઉદાસ છે સંકલ્પ અને આસિકા બંને. એ દિવસે રાત્રે પ્રિયા રાત્રે બારેક વાગે ઉઠે છે તે કિચનમાં પાણી લેવા જાય છે. તેને આસિકા ના રૂમમાં તેના વાત કરવાનો અને સાથે રડવાનો અવાજ આવી રહ્યો છે. તે ચિંતા માં આવી જાય છે અને વિહાન ને જોવા કહે છે.વિહાન પણ સાભળે છે અને તે કહે છે સવારે તેની સાથે શાતિથી વાત કરીશ...