બળાત્કાર

(37)
  • 8.4k
  • 4
  • 2.5k

બળાત્કાર! બળાત્કાર! બળાત્કાર! આ શબ્દ સાંભળતાં જ મારૂં મગજ બહેર મારી જાય છે. રોજે રોજ અખબારમાં અને ટી.વી. ચેનલો પર ક્યાંકને ક્યાંક થયેલા બળાત્કારનાં બનાવોને વાંચી અને જોઇને મારૂં લોહી ઉકળી આવે છે. કેટલાક વર્ષો પહેલા જે શબ્દથી લોકો બહુ માહિતગાર ન હતાં કારણ તેની તેમને આવા બનાવોની જાણકારી ન હતી તે શબ્દ આજે હથોડાની માફક લોકો પર ઝીંકાયા કરે છે. શું કુમળી વયની બાળાઓ કે જુવાનીમાં પગરણ માંડતી યુવતીઓ કે પછી સૌંદર્યવાન મહિલાઓ, કોઈ આમાંથી બાકાત નથી રહ્યું. હવસની આગમાં ભાન ભૂલી ગયેલા નરાધમોને જોઇને મનમાં જે ઘૃણા ઉત્પન્ન થાય છે તેને કારણે એકવાર તો થઇ આવે કે સાલાઓને