જૉકર - 1

(204)
  • 16.7k
  • 20
  • 10.2k

જૉકર-1“ગૂડ મોર્નિંગ અંકલ”ક્રિશાએ આળસ મરડી આંખો ખોલી.“વેરી ગૂડ મોર્નિંગ ક્રિશુ,ચલ જલ્દી ઉઠી જા હું વેઇટ કરું છું”હસમુખભાઈએ ક્રિશાના માથે વહાલથી હાથ ફેરવી કહ્યું.“ઑકે અંકલ પાંચ મિનિટમાં આવી”કહેતાં ક્રિશાના કોમળ ગાલો ખેંચાયા.હસમુખભાઈએ કાનમાં હેડફોન લગાવ્યા અને ડોલતા ડોલતા બહાર નીકળી ગયા.ક્રિશા બેડ પર બેઠી થઈ.નીચે ઝૂકી તેણે ધરતીને નમન કર્યું પછી વોશ રૂમમાં ચાલી ગઈ. ક્રિશા નવનિતભાઈ પટેલની એકની એક દીકરી હતી.ક્રિશા દસ વર્ષની હતી ત્યારે નવનિતભાઈ અને તેના પત્ની મિતલબેન સાથે હસમુખભાઈના પત્ની સોનલબેનનું કાર એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હતું.ભાઈ-ભાભી અને પત્નીના અવસાન પછી ક્રિશાની બધી જ જવાબદારી હસમુખભાઈએ