નો રીટર્ન-૨ ભાગ-૮૬ એક સન્નાટો પ્રસરેલો હતો. જે લડાઇ થઈ તેમાં ત્રણેય હુમલાખોરો મરાયા હતાં. તેમાં એક ઔરત પણ હતી એ તાજ્જૂબીની વાત હતી... પણ એ લડાઇ ક્રૂરતાની ચરમસીમા સમાન નિવડી હતી. અત્યંત ઘાતકી રીતે એ ત્રણેયનાં મોત નિપજ્યાં હતાં. મારા જીવનમાં તો આ સફર જ ન ભૂતો ન ભવિષ્યતી સમાન હતી. આવાં સંજોગો અને આટલાં બેરહમ માણસો સાથે મારો પનારો પડશે એની કલ્પનાં સુધ્ધા મેં ક્યારેય કરી નહોતી. હું સહમી ગયો હતો. હવે મને મારી અને અનેરીની ચિંતા પેઠી હતી. હજું તો ખજાનો મળ્યો નહોતો... અરે, કોઇ ખજાનો છે કે નહીં એની ખબર પણ નહોતી છતાં જો આટલી