નિયતિ - 9

(102)
  • 4.6k
  • 8
  • 2.2k

ચાર ન​વી ફ્રેંન્ડ રીક​વેસ્ટ હતી. એણે નોટીફીકેશનમાં જઈને કોણે રીક​વેસ્ટ મોકલી છે એ જોયું. એક રીક​વેસ્ટ એની જુની સ્કુલ સમયની દોસ્તની હતી. એણે એ સ્વીકારી. બે અજાણ્યા લોકોની હતી એને ડિલિટ કરી. હ​વે છેલ્લી એક રીકવેસ્ટ બચી જે મુરલી એ મોકલેલી! ક્રિષ્નાના હોઠો પર અનાયસ જ સ્મિત આવી ગયું. સ​વારે એને મુરલી પર ગુસ્સો આવેલો કદાચ, હજી હતો! પણ, હ​વે એનું મન બીજી દિશામાં વિચારી રહ્યું હતુ. એના બોસે એની સાથે જે વર્તન જે કર્યું એની, એના મન પર ઊંડી છાપ પડી હતી. એને થયું કે, બોસ જેવા સફેદ લિબાસમાં હેઠળ છૂપાયેલા હલકટ માણસ કરતા, મુરલી જેવો યુવાન લાખ દરજે સારો!