અત્યાર સુધીનુ ચીસનુ કથાનક.... ************ મરિયમને પોતાના ઘરની સામે ઠાકોર સાહેબની હવેલીમાં મધ્યરાત્રીએ ખળભળાટ જોવા મળે છે. દબાતા પગલે જિજ્ઞાસાવશ મરીયમને હવેલીમાંનો નજારો જોઈ વિશ્વાસ નથી થતો. ઠાકોર સાહેબના બંને સંતાનો કે જેની પોતે સારસંભાળ રાખતી હતી એ ખૂબ જ અશ્લીલ વર્તન કરતા જોયા. મરિયમ મનમાં એક નવી જ ઉથલપાથલ સાથે પાછી ફરે છે.. એમની વર્તણૂક મરિયમને ઘૂંટાતા કોઈક નવાજ રહસ્યના પરદા ઉગાડવા મજબૂર કરે છે. મરીયમ કાજી સાહેબને પોતાના પેટની વાત કરે છે કાજીસાહેબ અસબાબ રાંદેરી નામના એક ઇલ્મી વ્યક્તિને મળાવે છે. અસબાબ રાંદેરી મામલો સમજી જાય છે. આખી ઘટનાનો તાગ મેળવવા ભૂતકાળને હાજરાતની વિધિ દ્વારા નજર સમક્ષ લાવીને