બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) (પ્રકરણ-૧૭ : આર. ડી. એક્સ.) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૧૬માં આપણે જોયું કે... કુરેશીને ગિરફ્તાર કરીને લઈ જવામાં આવ્યા. કુરેશીનો ભૂતકાળ તાજો થાય છે કે કઈ રીતે એની પત્ની નરગીસને સી.એમ.નો ઇન્ટરવ્યુ લેવાની તક સાંપડી હતી, અને કઈ રીતે એની સાથે અણછાજતું વર્તન થતાં એ ત્યાંથી ધૂંધવાતા ચહેરે ચાલી આવી હતી. સર્કિટહાઉસ નજીક એક બાળકીની અર્ધનગ્ન લાશ વિકૃત અવસ્થામાં મળી આવતાં નરગીસે સી.એમ.ના કાળા કરતૂત બહાર પાડવાની કોશિશો કરી હતી, જેની એને અત્યંત આકરી સજા ભોગવવી પડી હતી. બીજી બાજુ, અલખ જણાવે છે કે માથુર એમની