પ્રસ્તાવના (આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)◆◆◆◆◆(ગયા ભાગમાં આપણે જોયું કે અદિતિ અંશ પર ગુસ્સે થાય છે જેનું કારણ રિયા હોય છે. અંશ અદિતિને આખરે મનાવી લે છે. અદિતિના જન્મદિવસપર અંશ તેને સરપ્રાઈઝ આપવા બહાર લઈ જાય છે જ્યાં તેનો બર્થડે ઉજવાય છે. અદિતિ અંશને પ્રપોઝ કરે છે અને બર્થડે ગિફ્ટમાં અંશને માંગે છે. અંશ પણ તેને સ્વીકારી લે છે.