પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 17

(19)
  • 6.4k
  • 4
  • 1.9k

આપણા દેશમાં ધીરધારના ધંધા જેવો બીજો કોઇ ધંધો નથી. સામાન્ય રીતે વાર્ષિક વ્યાજનો દર રૂપિયા પચ્ચીસ હોય છે. આંટમાં લીધેલી વસ્તુ ઉપર સેંકડે બાર રૂપિયા વ્યાજ લેવામાં આવતું. એથી ઓછા વ્યાજે રૂપિયા મળવા અશક્ય હતું. વકીલ, ડાક્ટર, સરકારી અધિકારીઓ, જમીનદાર તથા જેની પાસે વધારાનો પૈસો હોય એ ધીરધારનો ધંધો કરી શકતા. એકઠી થયેલી મૂડીનો એ સૌથી સફળ સદુપયોગ થયો ગણાતો. લાલા દાઉદયાળ આવો ધીરધારનો ધંધો કરનારા મહાજન હતા. એમનો ધંધો વકીલાતનો હતો.