બેવફા - 13

(252)
  • 11.6k
  • 5
  • 7k

કોર્ટરૂમ ચિક્કાર હતો. લોબીમાં પણ લોકોની ભીડ એકઠી થયેલી હતી. ન્યાયાધીશ શાહ સાહેબ પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળીને ખુરશી પર બેસી ગયા હતા. લોકો માટે આ કેસ ખૂબ જ રસદાયક બની ગયો હતો કારણ કે એક માસૂમ અને સુંદર યુવતી એટલે કે સાધનાની ખૂનના આરોપસર ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. લોકો આશ્ચર્યથી સાધના વિશે વાતો કરતા હતા. કોર્ટરૂમમાં આગલી બેન્ચ પર સવિતાદેવી, સેવકરામ તથા અન્ય નોકરો બેઠા હતા. સાધના અત્યારે આરોપીના પાંજરામાં ઊભી હતી. એનો ચહેરો ધોળો પૂણી જેવો થઈ ગયો હતો. જાણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હોય એમ તે નીચું જોઈ ગઈ હતી.