હું...તું...અને વાતો..

(11)
  • 3k
  • 7
  • 896

  રોજની જેમ આજે પણ બસ એ જ જગ્યા હતી, એ જ ખાલીપો અને એ જ સ્ટુલ અને એજ હાઈ-વે ની સાઈડની ચાની નાની કેબીન. હું લગભગ રોજ આવું છું, રોજ કશું નવું અનુભવું છું, ક્યારેક ચા પીવા આવેલા બેચાલરની મસ્તી,ક્યારેક કોઈનું ફોન પર ગુસ્સે થવું તો ક્યારેક કોઈ કપલનો ઉભરાતો પ્રેમ...આ બધામાં કોમન હોય તો એ હું છું , બસ દૂરથી પણ એ બેચલરની મસ્તીમાં હું પણ હસતો હોઉં,એ વ્યક્તિના ગુસ્સામાં હું પણ બેચેન બની જાઉં તો ક્યારેક કપલનો પ્રેમ જોઈ હું પણ આ ચા ને પ્રેમથી હોઠે લગાડી લઉં...       આ કેબીનની આજુબાજુ બનતી ઘટના રોજ કઈક કહી