સુંદરતા માટે સરળ ટિપ્સ ભાગ-૪ સં- મિતલ ઠક્કર * બટાકો અંડર આર્મ્સના પરસેવાને ઓછું કરવાનું કામ કરે છે. એક બટાકો લઇ તેની પાતળી સ્લાઈઝ કરી તેને સીધા જ અંડર આર્મ્સ પર ઘસો. દસ મિનિટ ઘસ્યા બાદ સ્વચ્છ પાણીથી સાફ કરી લો, ત્યાર બાદ ડિઓનો ઉપયોગ કરો. આ પ્રકારે તમે દિવસમાં ૧-૨ વાર કરી શકો છો. જે તમારી પરસેવાની દુર્ગંધને દૂર કરવાનું કામ કરશે. બટાકા સિવાય તમે લીંબુનો પણ આ જ રીતે ઉપયોગ કરી ઔશકો છો. * મહેંદી મૂકાવતાં પહેલાં તમારે હાથ સારી રીતે ધોવા જોઈએ. મહેંદી એક જ બેઠકે મુકાવો. વારંવાર ઊભું થવું નહીં. જેથી આગળની મહેંદી સુકાય અને પછી