વિષાદ યોગ- પ્રકરણ-19

(182)
  • 6.2k
  • 7
  • 4.4k

રઘુવિરભાઇના ઘરેથી નીકળી કારને સીધીજ સરદારબ્રિજ પર લીધી અને ત્યાથી રીંગરોડ પર આગળ જવા દીધી. રીંગરોડ પર ટેક્ષટાઇલ માર્કેટ પાસે કારને સાઇડમાં લીધી. જાપાન માર્કેટ પાસે રહેલ હોટેલ લોર્ડ્ઝપ્લાઝામાં કારને પાર્ક કરી. હોટેલમાં ચેક ઇન કરી ત્રણેય ફ્રેસ થયા અને પછી ફરીથી નીચે રીસેપ્શન એરીયામાં મળ્યા ત્યારે લગભગ 7 થવા આવ્યા હતા. નિશીથે કહ્યું ચાલો સુરતમાં થોડું ફરીએ પછી જમવા જઇશું. નિશીથે કારની ચાવી સમીરને આપી. સમીર પાર્કીંગમાંથી કાર લઇ આવ્યો એટલે કશિશ અને નિશીથ કારમાં બેઠા. કારને સમીરે ફરીથી રીંગરોડ પર અઠવાલાઇન્સ તરફ જવા દીધી. કાર એક પછી એક ફ્લાય ઓવર ક્રોસ કરતી અઠવાગેટ પર આવી એટલે નિશીથે ગુગલ