મીલી - ભાગ 2

(89)
  • 3.5k
  • 9
  • 3k

સવારે પરી અને મીલીના કલબલાટથી રણવીરની ઊંઘ ઊડી જાય છે. તે નીચે ઉતરીને બેગમાથી ટૂથપેસ્ટ અને બ્રશ લઈને ટોઈલેટ તરફ જાય છે. ફ્રેશ થઈને પોતાની સીટ પર ગોઠવાઈ છે. કાવેરી નાસ્તાનો ડબ્બો કાઢે છે. બધા નાસ્તો કરતા હોય છે ત્યારે મીલી રણવીર તરફ નાસ્તાનો ડબ્બો ધરે છે. રણવીર ના પાડે છે ત્યારે વિવેક આગ્રહ કરે છે. છતાં પણ રણવીર ના પાડે છે ત્યારે મીલી જબરજસ્તીથી એના મોંમા એક પૂરી નાંખી દે છે. રણવીર એકદમ આશ્ચર્યચકિત થઈ એને જોઈ રહે છે. પરી અને આહાન હસવા લાગે છે.