પ્રવાસ-એ ધોરણ દસનો - 6

  • 4.5k
  • 5
  • 1.5k

                               પ્રકરણ - ૬                               મારામારી    કિંજલમેડમ અમને સામાજીક વિજ્ઞાન ભણાવતા. કોઈકવાર જો કોઈ અવાજ કે વાતો કરે તો મેડમ એને,"તું ક્લાસની બહાર નીકળ." એવી ધમકી આપતા. એ જે-તે ગુનેગાર એની ગુનાખોર પ્રવૃત્તિ અટકાવી દેતો. મને તે વખતે મનમાં વિચાર આવેલો કે મેડમ અહીં શું ધમકી આપતા કે બસમાંથી ઉતારી દઈશ. આ વિચારથી હું મનમાં ને મનમાં હસેલો.     મારુ ધ્યાન અર્ચિત તરફ ગયું. એ હેડફોન નાખીને આરામથી આંખો બંધ કરીને બેઠો