ચૂંટણી ભી ક્યા ચીજ હૈ જાલિમ..! કસ્સમથી.... કહું કે, ચૂંટણીમાં આ બંદાની સહેજ પણ ચાંચ ડૂબતી નથી. બાપુજી કહેતાં ગયેલાં કે, ‘ચોકીદાર’ પણ આપણને કોઈએ રાખ્યા નથી. શોખ થાય તો ઘરના જ કચરા-પોતા કરવાના, પણ મુકાદમી કરવા નહિ નીકળવાનું. ચૂંટણીમાં તો પડવું જ નહિ. આપણા કુળમાં કોઈ ક્લાસમાં મોનીટર પણ થયું નથી. તો પ્રધાન શું થવાના..? માટે ખોટાં હવાતિયાં મારતો જ નહિ..! વાત સાવ કાઢી નાંખવા જેવી પણ નહિ. કારણ કે. ૭૨ પેઢીમાંથી એકપણ વડવાએ વિલનામુમાં ચૂંટણીનો અનુરોધ કરેલો નથી. એક જ લીટી લખીને ફના થયેલાં કે, “સિંહ વગર ચૂંટણીએ જંગલનો રાજા કહેવાય