સરહદવાણી - અગેણી

  • 1.4k
  • 1
  • 511

    " અગેણી"           લે.-  દિનેશગીરી સરહદી           એ  કાળાડિબાંગ વાદળોથી ઘેરાયેલી મેઘલી રાત.... વીજળીના કડાકા.... ઇલેક્ટ્રિકના થાંભલા પડી જવાથી ફેલાયેલો અંધારપટ....પવનના સુસવાટા ને લીધે વૃક્ષો બિહામણા અવાજ કાઢીને ભય ફેલાવતાં હતાં.  એ કાળમુખી ઘડીઓ યાદ આવી જાય ત્યારે હૃદય હચમચી જાય છે અને નીંદર હરામ થઈ જાય છે. ચાર્જિંગના અભાવે ડીમ થઈ ગયેલી ટોર્ચના ઝાંખા અજવાળે મારી પત્ની વર્ષાએ આવીને કહ્યું ," કહું છું, સાંભળો છો ? "" હા, બોલ ને ! "" પાયલબેનને પેટમાં દુખાવો ઉપડ્યો છે ! "ઘડી ભર હું નિરુત્તર થઈ ગયો . પછી  કહ્યું, " ગીતા ભાભીને વાત કરી ? "" હા