આગળના ભાગમાં આપણે જોયું કે અભી એક રોડ એક્સિડન્ટને કારણે લેટ થયો હતો આકાંક્ષાને આ વાતની જાણ થતાં એ માની જાય છે. આ તરફ લાસ્ટ સેમ પહેલા જ કોઈ કારણોસર સૌમ્યા કોલેજ છોડી રહી છે. હવે આગળ... ***** તું જાય છે ને તારી યાદો મૂકી જાય છે, તારા ગયાનો વિરહ મુકી જાય છે. શું આને જ કહેવાય પરિવર્તન ? કે પરિવર્તનના નામે તું એકલા મૂકી જાય છે! સૌમ્યાની આંખ એક દમ ખુલી જાય છે અને ઘડિયાળમાં જોવે છે તો સાંજના પાંચ વાગી ગયા હોય છે. એ ફટાફટ ઊભી થઈ અને બાજુમાં પડેલા જગમાંથી પાણી કાઢીને પીવે છે. અભી ચેર ઉપર