ચીસ - 12

(201)
  • 7.2k
  • 8
  • 4.4k

(પીટર પર હુમલો થયા પછી પીટર ભાગ્યો.. હવે...) મરણિયા બનેલા પિટરે દરવાજા તરફ છલાંગ લગાવી ત્યારે એનું આખું શરીર ખેંચાયું હતું ગળાના ભાગે સ્નાયુઓ તંગ થવાથી અસહ્ય પીડા થઈ હતી.જાણે કે કોઈએ એક પાછળ અણિયાળા ભાલા ગોપી દીધા હોય એવી તે વેદના હતી.શરીરનુ સત્વ હણાઈ ગયું હતું અંધકાર મઢ્યા ઓરડામાંથી બહાર ફંગોળાયા પછી પણ પીટરને અણસાર ગયો કે તાબૂત માં રહેલું મમી બેઠું થઈ રહ્યું હતું.પીટર ડોર ખોલી બહાર લાંબીમાં આવી ગયો.એની આંખે અંધારા આવી રહ્યાં હતાં આંગળીઓ પરથી ટપકી રહેલા લોહીને જોઇ એને તમ્મર આવી ગયા.પીટરને ડર હતો કે ક્યાંક અહીં લાંબીમાં ઢળી પડાશે તો કાળનો કોળિયો