રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 12

(449)
  • 6.5k
  • 5
  • 3.5k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 12 આખરે એ આવી ગઈ.. વુડહાઉસની પાછળનાં ભાગમાંથી આવી રહેલ પાયલનો રણકાર સાંભળતાની સાથે કબીરનાં મુખેથી શબ્દો સરી પડ્યાં. રૂમમાંથી બહાર નીકળી કબીર દાદરો ઉતરી નીચે આવ્યો અને પછી રસોડાની જોડે આવેલાં દરવાજાને હળવેકથી ખોલીને અવાજની દિશામાં અગ્રેસર થયો.હવે પાયલનાં રણકાર નાં અવાજની સાથે એ યુવતી દ્વારા ગીત નો મીઠો સુર પણ વાતાવરણમાં રેલાવા લાગ્યો. आँख बनके तुझे देखती ही रहूं प्यार की ऐसी तस्वीर बन जा आँख बनके तुझे देखती ही रहूं प्यार की ऐसी तस्वीर बन जा तेरी बाहों की छाँव से लिपटी रहू मेरी साँसों की तक़दीर बन जा तक़दीर बन जा