નો રીટર્ન-૨ ભાગ-૮૩

(322)
  • 7.7k
  • 12
  • 4.8k

નો રીટર્ન-૨ ભાગ-૮૩ સૂર્યનાં કિરણો ધીરે- ધીરે તીખા થતાં જતાં હતાં. હજું તો દસ પણ વાગ્યાં નહોતાં છતાં આજે સૂરજ વધું ગરમ જણાતો હતો. એક તો અહી વાતાવરણ સાવ સૂકું અને શુષ્ક હતું તેમાં સવારથી જ ભયંકર ગરમીનાં એંધાણ વર્તાતા હતાં. પરસેવે રેબઝેબ થતાં અમે અમારો સામાન સંકેલ્યો હતો. ઘોડાઓ ઉપર સામાન લાદીને અમે સફર આરંભી હતી. મને સૌથી વધું જીજ્ઞાષા આ મેદાની ઇલાકો પુરો થતાં જે ચળકતી વસ્તુ દેખાતી હતી એ શું છે એ જાણવાની હતી. આખી રાત મેં અને અનેરીએ એ શું હોઇ શકે એનું અનુમાન લગાવામાં વિતાવી હતી છતાં અમને કંઇ સ્પષ્ટ સમજાયું નહોતું. મેદાનનાં