કલમ...

(13)
  • 3.4k
  • 3
  • 1.2k

કલમ મારી, મારી કલમ કાંઈ ખોટું લખે? કોઈ મજબુર કરે તો પણ હું ક્યારેય ખોટું નહીં લખું. આખરે પત્રકારીતા આને કહેવાય? કે જે દબાણને વશ થઈને પોતાનો જ શ્વાસ ખોઈ બેસે? ના... આને પત્રકારીતા તો ન જ કહેવાય, આતો ગુલામી...ગુલામી જ કહેવાય. હું વાંચકોથી છું, વાંચકો મારાથી નહીં. પત્રકારીતાનું પહેલું પગથીયું સત્યની ઈંટોથી બનેલું છે, પછી તેમાં નીડરતા, જુસ્સો, સામાજીક જવાબદારી જેવા તત્વોભળે છે. આજે એમાં એકસામટુ ભંગાણ સર્જાયું હોય એવો આભાસ થઈ રહ્યો છે. દરેક પત્રકાર પોતાની સાચી અને આગવી ઓળખ ગુમાવી બેઠો હોય એવું ભાસે છે કોફીનો મગ હાથમાં રાખીને હું વિચારવા લાગ્યો. રવિ સાહેબ, તમારું મટીરીયલ તૈયાર થઈ ગયું