નો રીટર્ન-૨ ભાગ-૮૨

(317)
  • 8.1k
  • 13
  • 4.8k

નો રીટર્ન-૨ ભાગ-૮૨ એભલ અકળાતો હતો. તેને ક્યાંય ચેન નહોતું પડતું. તે એકદમ દેહાતી માણસ હતો. તેનાં મગજમાં એટલું જ સમજાતું હતું કે અત્યારે તે ભેખડકે ભરાઇ ગયો છે. પ્રોફેસરનાં મોતનો બદલો લેવાની અને ખોટી ખૂનામરકી આદરવાની તેની કોઇ તૈયારી નહોતી અને તે એવું કરવા માટે અહી આવ્યો પણ નહોતો. તેને માત્ર ખજાનામાં રસ હતો, શબનમમાં રસ હતો. એક વખત ખજાનો હાથમાં આવી જાય પછી તે શબનમને લઇને ક્યાંક દૂર ચાલ્યો જવાં માંગતો હતો અને એશો આરામથી બાકીની જીંદગી વિતાવવા માંગતો હતો. તેની મંશા સાફ હતી અને એટલે જ તેનું મન ક્લારા અને રોગન ઉપરથી ઉઠી ગયું હતું.