જોગ સંજોગ .

(104)
  • 3k
  • 7
  • 957

‘બેટા,અજીત! હવે મને મારા એ ઘેર મુકી આવ.’ અઠ્ઠાવન વર્ષની વૃદ્ધ  માતાએ દયામણા અવાજે કહ્યું. માતાના મોંએ આ વાક્ય સાંભળીને અજીતને કમકમા આવી ગયા. પોતાના લગ્ન પછી જે માતાને પોતાની આંખો સામે ખુશીઓથી મ્હોરતી જોવાની જેની ઈચ્છા હતી. એ અજીત પોતાના લગ્નના દસ જ દિવસ બાદ માતાનું આવું વાક્ય સાંભળીને હચમચી ન ઉઠે તો શું કરે? પોતાને મળેલી નોકરી, છોકરી અને મા ની કાળજી રાખવાની તકની સોનેરી ખુશીઓંને ઘડીક વારમાં જ એ વિસરી ગયો. અતીતના પીડાદાયક અંધારામાં એ સરી પડ્યો. કેવા સંજોગોએ પોતાની સગી જનનીને થોડા સમય માટે વૃદ્ધાશ્રમમાં રાખવી પડી હતી. એ સઘળા પ્રસંગો એના માનસપટ પર ઉપસી આવવા