પ્રણય સપ્તરંગી પ્રકરણ - 12

(79)
  • 4.8k
  • 3
  • 2.6k

સાગરે સીમા અને સંયુક્તાને રૂમમાં આવકાર આપ્યો. સાગરે બંન્નેને રૂમની વિશાળ બાલ્કનીમાં મૂકેલાં સોફા ઉપર બેસવા ઇશારો કર્યો. સાગરનાં રૂમની એટેચ્ડ બાલ્કની ખૂબ વિશાળ હતી. મોટાભાગની અગાશી કેનપીથી પ્રોટેક્ટ હતી. બાકીની જગ્યા ખૂલ્લી હતી. એમાં સોફાસેટ મૂકેલાં હતાં. અનેક સુંદર કૂંડાઓ મૂકેલાં હતાં. ચારે બાજુ કમ્પાઉન્ડમાં મોટાં વૃક્ષોની વનરાજી હતી. એમાં કદંબ, કચનાર, આંબો, શિશિર ત્થા અન્ય વૃક્ષો, ક્ષૂપોં હતાં. બાલ્કનીની સામેની તરફ ખૂલ્લુ મેદાન હતું જેમાં છોકરાઓ દૂર રમી રહ્યાં હતાં. સામેનાં મેદાનમાં પણ વૃક્ષો ઉગેલાં હતાં. એટલી સુંદર જગ્યા હતી કે બસ લીલોતરીની સામે બાલ્કની અને બાલ્કનીમાં સંપૂર્ણ પ્રાઇવસી. સીમા અને સંયુક્તા ત્યાં જઇને બેઠાં