પ્રેમ અગન 2

(365)
  • 7k
  • 6
  • 6k

પ્રેમ અગન:-પ્રકરણ 2 સવારે શિવ ની જેવી આંખ ખુલી એ સાથે જ એને પ્રથમ કામ પોતાની જોડે રહેલી એ તસ્વીર ને પુનઃ પોતાની મૂળ જગ્યાએ રાખવાનું કર્યું.શિવ શાયદ એ યુવતીને બધાથી છુપાવીને રાખવાં માંગતો હતો એવું એનાં વર્તન ઉપરથી સમજવું સરળ હતું. હમીરે બનાવેલો નાસ્તો કર્યાં બાદ શિવ નવ વાગે પોતાનાં એક ક્લાયન્ટ ને મળવાં માટે વડોદરા જવાં માટે નીકળી પડ્યો. અમદાવાદથી વડોદરા સુધીની શિવની આ સફરમાં એનાં સાથીરૂપે હતી ગુલામ અલી સાહેબની હૃદયની આરપાર નીકળતી મ્યુઝિક પ્લેયરમાં વાગતી કર્ણપ્રિય ગઝલો.આ ગઝલો ભલે દર્દની હતી,ભલે વિરહની હતી,ભલે જુદાઇની હતી પણ આમાં કંઈક તો જાદુ હતો જે શિવ ની