હું વેર-હાઉસની સામેના ખંડેરમાં છુપાઈ મીનીસ્ટરના આવવાની રાહ જોવા લાગી. મારા કપડા મેલા હતા. મેં ટીશર્ટથી મારું મોઢું લુછ્યું. પરસેવો હટતા મને થોડી રાહત થઇ. મેં જીનલને આપેલ વચન પૂરું કરવાનો સમય આવી ગયો હતો. મારી આંખો સમક્ષ જીનલનો ચહેરો અને મનમાં બદલાની ભાવના આકાર લઇ રહી હતી. સૂરજ આથમવાની તૈયારી હતી. સંધ્યા બરાબર ખીલી હતી....!! એકાદ વર્ષ પહેલા કોઈએ મને પૂછ્યું હોત કે બદલો શબ્દનો શું અર્થ છે? તો હું એ શબ્દને ઘાતકી અને નકામા શબ્દમાં ખપાવી વખોડી કાઢત પણ હવે મારા માટે બદલો મહત્વનો શબ્દ બની ગયો હતો! છોકરીઓ માત્ર બોયફ્રેન્ડ માટે જ જીવતી