કરામત કિસ્મત તારી -11

(47)
  • 3.7k
  • 3
  • 2k

ગ્લોબલ હોસ્પિટલ માં ઓપરેશન થિયેટર ની બહાર અસિત તેના મમ્મી પપ્પા અને થોડા સગા સંબંધીઓ છે. ઓપરેશન પુરૂ થવાની રાહ જોવાઈ રહી છે... અસિત બહુ ટેન્શનમાં છે તેની આખોમાથી આવતા આસું ને તે છુપાવવા ના નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો છે. એના મમ્મી નવ્યાના જીવન માટે ઝોળી ફેલાવી ને આખમા આસુ સાથે ત્યાં ભગવાનની મૂર્તિ સામે બેઠા છે. અસિત ને બધુ યાદ આવી રહ્યુ હતુ કે આજે નવ્યા ફરી કાળનો કોળિયો બનતા બચી છે??? કારણ કે એ બધુ જ ઓપરેશન ની સફળતા પર આધારિત હતુ. તેને શિવાય ની વાતો યાદ આવી કે તેઓ કેમ બચી શક્યા..... ટ્કને સામે ધસમસતી આવતી જોઈ