પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 14

(16)
  • 6.2k
  • 1.8k

જેને ઘેર માત્ર દિકરીઓ જ અવતરતી હોય એ માણસ સદા નિરાશ રહે છે. એ એટલું તો સમજે છે કે એમાં પત્નીનો કોઇ દોષ નથી. છતાં તે પત્નીને અભાગણી માનીને એના પર મોંઢું ચઢાવે છે. નિરુપમા આવી જ એક અભાગણી સ્ત્રી હતી. ઘમંડીલાલ ત્રિપાઠી એનો પતિ હતો. નિરુપમા એક પછી એક એમ ત્રણ પુત્રીઓને જન્મ આપ્યો હતો. આખા ઘરમાં એ અપ્રિય થઇ ગઇ હતી. સાસુ સસરાની તો ખાસ ચિંતા ન હતી.