છેલ્લી મુલાકાત.

(48)
  • 3.1k
  • 5
  • 852

શિયાળાની વિદાય લઈ રહેલી ઠંડી અને ઉનાળાની શરૂઆત  વચ્ચે બદલાતું વાતાવરણ એટલે જ વસંત....!! સોળે કળાએ ખીલેલા ફૂલો ની મદહોશ કરી જતી ફોરમ માં  'મન મોર બની થનગાટ કરે ' પરિમલ નું મન પણ થનગનાટ કરી રહ્યું હતું. સાંભળે છે ? આજે વહેલી સવારે મોટરસાયકલ લઈ નીકળતા પરિમલે પત્ની આકાંક્ષા ને બૂમ પાડી, બાળકો ને તૈયાર કરતી આકાંક્ષા એ પણ રસોડા માંથી બૂમ પાડી, હા.... આઈ.. ખુશી....? સેતુ..... ચાલો તમારું ટ્યૂશન નું બેગ તૈયાર કરો. કહેતી આકાંક્ષા બહાર આવી તાળુકી શુ છે ...? બોલો.. આકાંક્ષા નો ગુસ્સો જોઈ પરિમલ બોલ્યો કાંઈ નઈ હું બહાર જાઉં છું, બપોરે આવતા મોડું થશે...