બ્યુટીફૂલ હાર્ટ

(41)
  • 2.7k
  • 8
  • 869

ચોમાસા ના દિવસો હતા.સાંજ ના છ વાગ્યા નો સમય હતો.મેઘરાજા ત્રણ દિવસ થી વધારે જ મહેરબાન થયા હતા.ત્રણ દિવસ થી વરસાદ અટકવાનું નામ લેતો ના હતો.ચારે તરફ શહેર માં પાણી ફરી વર્યા હતા.રસ્તા ઓ જામ થઈ ગયા હતા.ધરતી સાથે જાણે વરસો જૂનું વેર લેતા હોય એમ મેઘરાજા તો જાણે રણમેદાન માં એકલે હાથે જજુમતા સૈનિક ની માફક ગુસ્સા માં વરસતા જતા હતા.ધરતી તો જાણે મેઘ નો ગુસ્સો ઝીલવાની આવડત પેહલા થી જ હોય એમ બસ પલર્યે જ જતી હતી.ઉપર થી પાછા વીજળી ના ચમકારા,અને વાદળો ના કડાકા.આ બધા વચ્ચે મિતાલી ના મન માં પણ તુફાન ઉઠ્યું હતું.એને આજે કેમેય કદી