નિયતિ ૫

(113)
  • 4.5k
  • 5
  • 2.5k

સફેદ જગ લુંગી અને તેવાજ કુર્તામાં સજ્જ મુરલી ટિપીકલ સાઉથ ઇન્ડીયન લાગી રહ્યો હતો. એના શ્યામવર્ણા ચહેરા પર એક સ્મિત રમી રહ્યુ હતુ. એના ડાબે ગાલે એકબાજુ પડતું ખંજન એના સ્મિતને અને એના સમગ્ર ચહેરાને માસુમિયતથી ભરી દેતા હતા. એના વાંકળીયા વાળ સરસ રીતે હોળાયેલા હતા. એની આંખો.....એની આંખોમાં વશિકરણ હતું. સામાન્ય રીતે હોય એના કરતા વધારે લાંબી, બદામ આકારની, લાંબી પાંપણોવાળી એની આંખોમાં ક્રિષ્નાને લાગ્યું જાણે એ ઊંડી ને ઊંડી ઉતરી રહી હતી....પરાણે ક્રિષ્નાએ એની લાંબી કાળી પાંપણોને ઝુકાવી લીધી. જાણે કોઇ મોહપાસમાંથી એ છુટી....“સરખું થ​ઈ ગયું. ક્રિષ્ના ગુજરાતીમાં જ પુછી બેઠી.“હા થ​ઈ ગયુ.” શુધ્ધ ગુજરાતી ઉચ્ચારણ સાથે મુરલીએ