અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૩ : ચૂડેલનો ચોટલો) લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૧૨માં આપણે જોયું કે... તપસ્યા પ્રેત લોકોની દુનિયામાં પ્રવેશે છે જ્યાં અનેક વિક્ષુબ્ધ આત્માઓનો જાણે કે મેળાવડો લાગ્યો હતો. એક યુવાન તપસ્યાને સંપૂર્ણપણે નિર્વસ્ત્ર કરીને લીલાછમ ઘાસમાં સૂવડાવી દે છે. પછી એના શરીર સાથે વીંટળાઈ વળે છે. તપસ્યાને પોતાના શરીરે બરફના પહાડ જેવો ઠંડોગાર ભરડો અનુભવાઈ છે, જાણે કે બરફીલો બાહુપાશ! કાળો પડછાયો જણાવે છે કે આવતીકાલની મધરાત તપસ્યા સાથેની એની ‘મધુરજની’ બનવા માટે થનગની રહી છે... હવે આગળ...) -------------- જે યુવાન મારા નગ્ન શરીરને વીંટળાઈ રહ્યો હતો –