ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 5

(293)
  • 13.4k
  • 43
  • 5.7k

આમ, ટોરપીડોને કારણે વહાણ ડૂબવાનો ભેદ ઉકેલ્યો. લડાઈમાં ટોરપીડો વાપરવાનો પ્રસંગ હાર્ડિંગને આવ્યો હતો. ટોરપીડો ભયંકર શસ્ત્ર હતું. તેની સંહારક શક્તિ અસાધારણ હતી. લોઢાના ભૂંગળામાં અતિશય સ્ફોટક પદાર્થો ભરેલા હોય. લાકડાનું વહાણ તો શું, ગમે તેવી મજબૂત લોઢાની બનેલી આગબોટના પણ ટોરપીડો ફૂરચેફૂચા ઉડાવી દે! હા, બધો ખુલાસો થઈ ગયો, પણ ટોરપીડો છોડ્યો કોણે? --- આ પ્રશ્નનો જવાબ મળવો બાકી હતો.