“શું કામ છે? કોણ બોલે છે?” રઘુને કંઇજ સમજણ નહોતી પડી રહી“ઉર્વા રેવા દીક્ષિત...”“ઉર્વા...? રેવાની દીકરી ઉર્વા!!” રઘુને હજુ માનવામાં નહોતું આવતું કે ઉર્વાએ તેને ફોન કર્યો. અને શું કામ કર્યો?“યસ, મારે મળવું છે તમને... પોસીબલ થશે?” ઉર્વાનો અવાજ ધીમો હતો પણ મક્કમ હતો.“હા ભલે તું કહે ત્યાં અને ત્યારે મળી લઈએ. બોલ ક્યાં મળવું છે?” રઘુએ વધુ વિચાર્યા વિના જ મળવાની હા કહી દીધી“હું અમદાવાદમાં જ છું. તમે કહો ત્યાં હું આવી જઈશ.” હવે રઘુ ચોંકી ગયો કે ઉર્વાને કેમ ખબર પડી કે પોતે અમદાવાદમાં છે અને તે પોતે અહિયાં શું કરતી હતી?? ક્યાંક ઉર્વિલને લીધે...!! રઘુના મસ્તિષ્કમાં એક