એક ક્ષણ માટે રાગિણી થીજી ગઈ. એજ મરૂન સુટ... એવાજ મરૂન શૂઝ... પગ પાસે અણિયાળો પથ્થર... એ પથ્થર થી એક હાથ ઉપર ઝળુંબી રહેલી એ સ્ત્રી... એજ ડિઝાઇનર ઘાઘરો... રાગિણી ના મગજમાં એક શબ્દ ઝબૂક્યો... મદદગાર.... હજી રાગિણી વધારે વિચારે એ પહેલાં જ એક તીર સન્ સન્ કરતું તેના માથા ઉપરથી થઈને એ ઝાડના થડમાં ખૂંપી ગયું. એ સાથે જ રાગિણી ને કળ વળી ગઈ. કદાચ, તેને ખબર હતી કે હવે આગળ શું થવાનું છે! તેણે તરતજ આદિત્ય નો હાથ પકડીને નીચે બેસાડ્યો, એ સાથે જ બીજું એક તીર આદિત્ય ના માથા પરથી પસાર થઈ ને ઝાડમાં ફસાઈ ગયું. જો રાગિણી