જગતમાં કોઈ વ્યક્તિ એવી નહીં હોય જેણે જીવનમાં કોઈ ભૂલ ન કરી હોય. ભૂલ કરવીએ માણસની પ્રકૃતિમાં છે, એ સહજ બાબત છે. જીવનમાં કશું શીખવું હોય તો ભૂલો કરવી જોઈએ. જેઓ ભૂલો કરતા નથી તેઓ જીવનમાં કશું શીખતા નથી. અને જેઓ નવું શીખતા નથી તેઓ સફળ થતા નથી. જીવનમાં સફળ થવું હોય તો ભૂલો કરવી જોઈએ. આખા જગતને ફેસબુક થકી ઘેલું લગાડનાર માર્ક ઝુકરબર્ગને કોઈએ પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું? ઝુકરબર્ગે જવાબ આપ્યો કે ભૂલો કરવી એ જ અમારી સફળતાનું રહસ્ય છે. માત્ર ભૂલો કરવાથી માણસ સફળ થતો નથી પરંતુ એ ભૂલો ફરીથી ન થાય એ માટે સતત પ્રયાસ